GUJARAT
શિનોર અઢીભાગ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય અક્ષય પટેલે માતાજીની આરતી ઉતારી
ફૈઝ ખત્રી...શિનોર શિનોર અઢીભાગ વિસ્તારમાં છેલ્લા દસ - બાર વર્ષથી અઢીભાગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અઢીભાગ વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય,નવરાત્રીના પાંચ માં નોરતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ હાજરી આપી હતી.જ્યાં તેઓએ માતાજીની આરતી ઉતારી દર્શનનો લાભ લીધો હતો.અને ત્યારબાદ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.જ્યારે નવરાત્રીના પાંચ માં દિવસે ખેલૈયાઓ પણ મનમૂકીને ગરબે ઝૂમ્યા હતાં.









