DEDIAPADAGUJARATNARMADA

ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસના દુરુપયોગ મુદ્દે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો

ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસના દુરુપયોગ મુદ્દે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો

 

 

તાહિર મેમણ – 11/03/2025 – ડેડીયાપાડા – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓને લઈને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી. ગુજરાતના સવા છ કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી ગૃહ વિભાગની છે અને આના માટે તેઓ શપથ પણ લે છે. આજે ગૃહ વિભાગમાં બે પ્રકારના અધિકારીઓ બની ગયા છે. એક અધિકારીઓ એવા છે જે પોતાના જીવના જોખમે પણ ગુજરાતના લોકોને સલામત રાખવાનું કામ કરે છે અને આવા અધિકારીઓને અમે સલામ કરીએ છીએ. પરંતુ બીજા પ્રકારના અધિકારીઓ નીતિ નિયમ અને કાયદા કાનૂનની સાથે સાથે બંધારણને પણ માનતા નથી, એ લોકો “ઉપરથી સૂચના છે” એવા જવાબો આપે છે. મેં મારું પોતાનું ઉદાહરણ પણ આપ્યું હતું અને જે એટીવીટીની મિટિંગમાં જે ઘટના ઘટી તે કેસ મુદ્દે જ્યારે અમે સવાલ કરીએ છીએ કે “તપાસ ક્યાં સુધી પહોંચી?” તો અમને એક જ જવાબ મળે છે કે “તપાસ ચાલુ છે.” બીજી બાજુ મને બપોરના 2:00 વાગે નર્મદા જિલ્લાના એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતના લોકોએ એક ધારાસભ્ય હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના વોરંટ વગર અરેસ્ટ કરવામાં આવ્યો અને એ લોકોએ કહ્યું કે “અમારે કોઈ વોરંટની જરૂરત નથી, અમારી પાસે પાવર છે અને ઉપરથી અમને સુચના છે” એમ કહીને બાદમાં એક કેસ બનાવવામાં આવ્યો અને મારા પર એફઆઇઆર કરવામાં આવી.

 

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, એક ધારાસભ્યને બે વાગે અરેસ્ટ કરવામાં આવે અને સાંજે 07:00 વાગે ફરિયાદ દાખલ કરવામાં આવે તો પછી એક સામાન્ય જનતા સાથે શું થતું હશે? ગુજરાતમાં પોલીસ બે પ્રકારે કામ કરે છે. જો તમે પક્ષમાં રહેશો તો તમારા પર કોઈ કાનૂન કાયદા નિયમ લાગુ નહીં પડે અને જો તમે વિપક્ષમાં રહેશો તો તમે ધરણા, આંદોલનની શાંતિથી વાત કરવાની પણ રજૂઆત કરશો, તો પોલીસ તમને ટીંગાટોળી કરીને લઈ જશે અને તમારા પર 144 સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવશે, અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય તેમના પર ખોટા કેસો કરવામાં આવે છે. સત્તામાં બેસેલા લોકો પોલીસનો દુરુપયોગ કરે છે એ ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે. પોલીસ જે પ્રકારે વર્તી રહી છે તેના માટે અમે ગૃહમાં વાત કરી છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા આપણા દેશના ક્રાંતિકારીઓએ જેલમાં જઈને આપણા દેશને આઝાદી અપાવી છે. ભગવાન બિરસા મુંડાએ પણ 25 વર્ષની ઉંમરમાં શહીદી વહોરી હતી. તો અમે લોકો પણ જેલમાં જવાથી ડરતા નથી પરંતુ અમને ડરાવવા ધમકાવવા માટે ખોટી FIR કરવામાં આવે છે અને ખોટી રીતે જેલોમાં નાખવામાં આવે છે અને ખોટા સોગંદનામાં કરીને અમને અમારા પોતાના વિસ્તારમાં જવાથી રોકવામાં આવે છે, જે લોકશાહીનું હનન છે. જે પ્રકારે વિપક્ષ સરકારની આલોચના કરે તો તેને દબાવવા માટે ખાખીની આડમાં જે પ્રયાસો થાય છે એ ચિંતાનો વિષય છે.

Back to top button
error: Content is protected !!