ડેડીયાપાડા બોટાદ ની ઘટના ને લઈને ધારાસભ્ય ચેટર વસાવા એ કાળી પટ્ટી બાંધી બિરોધ નોંધાવીયો.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/10/2024 – ડેડીયાપાડા બોટાદ ની ઘટના ને લઈને ધારાસભ્ય ચેટર વસાવા એ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવીયો. બોટાદ ના માર્કેટ યાર્ડ મા ખેડૂતોની બે માંગો લઇ ને ગત રોજ બોટાદ ની નજીક મા આવેલ હડદડ ગામમા ખેડૂત મહાપંચાયત મા કિસાન નેતા રાજુભાઈ કરપડા સાથે હજારો ખેડૂતો ભેગા થયા હતા. જેમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ચેતર વસાવા એ જણાવ્યુ કે ખેડૂતો ને ડરાવવામાં આવ્યા હતા, તેમના પર અત્યાચારો કરવામાં આવ્યા હતા. જેથી આજરોજ ચિકદા તાલુકાના કરતળ ગામ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટી ના આગેવાનોએ હાથે કાળી પટ્ટી બંધી,કાળો દિવસ મનાવી ને વિરોધ કરવામાં આવ્યો.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના બોટાદમાં સેંકડો ખેડૂતો વિરોધમાં ઊતર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે તથા તેમને દૂર-દૂરની જિનિંગ મિલોમાં માલ ઠાલવવા માટે કહેવામાં આવે છે.
આની સામે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું. શુક્રવારે પાર્ટીએ આનું નેતૃત્વ લીધું હતું અને રવિવારે પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઇસુદાન ગઢવી ‘કિસાન પંચાયત’માં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને બગોદરા પાસે અટકાવ્યા હતા અને તેમની અટકાયત થઈ હતી.
દરમિયાન બોટાદના હડદડ ખાતે રાજુ કરપડાની સભા પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.