મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ
**
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….
‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારત તરફ સંતરામપુરનું મજબૂત ડગલું
**
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સ્વદેશી” અભિયાન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજ રોજ સંતરામપુર નગરપાલિકા દ્વારા આઝાદ મેદાન ખાતે *“સ્વદેશી મેળા”*નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો શુભારંભ વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે તેમણે સ્થાનિક ઉદ્યોગકારો, કારીગરો અને સ્વરોજગારી સાથે જોડાયેલા ભાઈઓ-બહેનોના સ્ટોલની મુલાકાત લઈ તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, “વોકલ ફોર લોકલ”ના મંત્રને આત્મસાત કરી આ આયોજનના માધ્યમથી સ્થાનિક હસ્તકલા અને નાના ઉદ્યોગોને વેચાણ તેમજ પ્રદર્શન માટે એક ઉત્તમ મંચ પ્રાપ્ત થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સેવેલા ‘વિકસિત ભારત @ 2047’ ના લક્ષ્યને હાંસલ કરવામાં ગુજરાત ‘વિકસિત અને આત્મનિર્ભર ગુજરાત’ના માધ્યમથી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે કટિબદ્ધ છે.
આ મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત સ્વદેશી ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે, જે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મહત્વનું પગલું સાબિત થશે. ઉદ્ઘાટન પ્રસંગે મામલતદારશ્રી, ચીફ ઓફિસર, નગરપાલિકાના કોર્પોરેટરઓ, સંગઠનના અગ્રણી કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.




