BANASKANTHAGUJARATLAKHANI

લાખણી તાલુકાના વાસણા મા નવિન પંચાયત ભવન નુ ખાત મુહુર્ત ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે કરાયું

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે નવિન પંચાયત ઘર નુ ખાત મુહુર્ત દિયોદર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે યોજાયુ વાસણા ગામ જનોની વર્ષ જુની માંગણી આજે પુર્ણ કરાઈ છે સતત લોકો ની વચ્ચે જમીન થી જોડાયેલા નેતા દિયોદર વિધાનસભા વિસ્તાર ના લોકપ્રિય નેતા કેશાજી ચૌહાણ દ્વારા 25 લાખ ના ખર્ચે બનનાર વાસણા ગ્રામ પંચાયત ભવન નુ ખાત મુહુર્ત કર્યું સાથે ધારાસભ્ય ની ગ્રાન્ટ માથી નવીન બનેલ કોમ્યુનિટી હોલ નુ લોકાર્પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે યોજાયુ આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય કેશાજી ચૌહાણ પુર્વ જીલ્લા પંચાયત ડેલીકેટ સવજીભાઈ વાઘેલા વાસણા ગ્રામ પંચાયત સંરપચ અનુપજી ઠાકોર કરશનજી રાજપુત વાસણા ગ્રામ પંચાયત તલાટી જીજ્ઞેશભાઈ રાવલ સહિત અધિકારીઓ આજુ બાજુ વિસ્તારમાં માથી સંરપચો સહિત ગામ જનો યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા

Back to top button
error: Content is protected !!