MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુટું ગામ નજીક ખરાબાની જમીન ઉપરથી  વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

 

MORBI:મોરબીના ઘુટું ગામ નજીક ખરાબાની જમીન ઉપરથી  વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

 

 

 

 

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઘુટું ગામની સીમમાં આવેલ પીએચસી સેન્ટર પાછળ ખરાબામાં રેઢું એક શંકાસ્પદ સ્પ્લેન્ડર બાઈક તથા બાજુમાં બાવળની કાંટમાંથી પ્લાસ્ટિકના બચકામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૭ બોટલ મળી આવી હતી. હાલ તાલુકા પોલીસે બાઈક તથા વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ અજાણ્યા આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઘુટું ગામની સીમમાં આવેલ પીએચ સેન્ટર પાછળ આવેલ ખરાબા ની જમીન ઉપર એક રેઢું શંકાસ્પદ બાઈક જોવા મળ્યું હતું. જેથી બાઈક નજીક તપાસ કરતા હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે ૩૬ એજી ૩૦૪૫ હોય તથા બાઈકની બાજુમાં બાવળની કાંટ નીચે પ્લાસ્ટિકના બચકામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલપેક ૩૭ બોટલ મળી આવી હતી. હાલ તાલુકા પોલીસે દારૂનો જથ્થો તથા બાઈક સહિત રૂ.૪૧,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!