
કેશોદ 88 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા પોતાના મતવિસ્તારમાં અતિશય વરસાદના કારણે ધોવાણ થયેલ હોય તેવા પાકની નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી અને સહાય મંજૂર કરવા બાબતે માનનીય કૃષિ મંત્રી શ્રી ગાધીનગર તથા પ્રભારી મંત્રી શ્રી જુનાગઢ ના રાઘવજીભાઈ પટેલ સાહેબને એક પત્ર લખી રજૂઆત કરી હતી કેશોદ 88 વિધાનસભા માં આવતા માંગરોળ તાલુકા તેમજ કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિશય વરસાદ થી ખેતરોમાં નદીઓના બંધપાળા તૂટવાથી ખૂબ જ જમીનનું ધોવાણ થયેલ હોય જેથી પાક નિષ્ફળ જવાની શક્યતા હોય તે બાબતનો તાત્કાલિક સર્વે કરી અને નુકસાનીનું વળતર સહાય ચૂકવવા અને વહેલી તકે સહાય મંજૂર કરાવવા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્રારા ધારદાર રજૂઆત નું પત્ર લખી રજૂઆત કરી છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





