
તા.૦૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલવે પોલીસ GRP દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરીમાં ગયેલ પાંચ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૧,૨૭,૦૦૦ નો મુદ્દામાલ રિકવર કરી તેમના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા.
દાહોદ રેલવે પોલીસ GRP ની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી છે. જેમાં અલગ-અલગ સમયગાળા રેલવે વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી તેમજ ગુમ થયા હોવાના બનાવ બન્યા હતા. આ મામલે મૂળ માલિકો દ્વારા દાહોદ રેલવે પોલીસ GRP મથકે જાણ પણ કરી હતી. રેલ્વે પોલીસે આ મામલાની ગંભીરતા ને ધ્યાનમાં રાખી મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૂર્તુજા હકીમદિન જમાલી, અશોકકુમાર પન્નાલાલ ચૌહાણ, શૈલી સુરેન્દ્ર લોઢા સહિતના લોકોના ચોરી થયેલ તેમજ ગુમ થયેલ મોબાઈલ ફોનોને શોધી કાઢી તેઓના મૂળ માલિકને જરૂરી કાર્યવાહી મૂળ માલિકોના મોબાઈલ ફોન તેઓને પરત કરી દાહોદ રેલવે પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મૂળ માલિકોને તેઓના મોબાઇલ ફોન પરત મળતા તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ દાહોદ રેલવે પોલીસનો આભાર માન્યો હતો.




