AHAVADANGGUJARAT

આહવા ખાતે મુખ્ય માર્ગમાં નવ નિર્મિત થનાર સીસી રોડના ખાતમુહર્ત ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે કરાયો

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે ૭૦૦ મીટર, ડામર કામ અને ૫૦૦ મીટર બોક્સ ટાઈપ સ્ટ્રોમ વોટર ડ્રેઈન કામગીરીનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ આહવા ખાતે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા હાથ ધરાનાર મજબૂતીકરણ માટેનો સીસી રોડ, જે વઘઈ આહવા રોડ કી.મી ૫૯/૬ થી ૯૪/૨ ( વર્કિંગ સેક્શન – ૯૩/૦ થી ૯૪/૨ ) આશરે ૧ કિમી જેની વહીવટી રકમ રૂપિયા ૫ કરોડના ખર્ચે નવ નિર્મિત થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.

જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ચોમાસામાં રસ્તા પરના પાણીનો નિકાલ થાય, રોડમાં ગટર લાઇન ઉભી કરી શકાય, તેમજ મુખ્ય માર્ગ ખુલ્લો પહોળો અને સારો બને તે માટે આજરોજ ડાંગના માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો મુખ્ય માર્ગ જે ૭૦૦ મીટર, ડામર કામ અને ૫૦૦ મીટર બોક્સ ટાઈપ સ્ટ્રોમ વોટર ડ્રેઈન, સેન્ટર મીડિયન ઇન સિલેક્ટેટ લેન્થ અને રોડ ફર્નિચરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.

આ સાથે જ આહવાના તમામ મુખ્ય માર્ગો અને ફળીયાના માર્ગો સુસજ્જ બને તે માટે તમામ રસ્તાઓની કામગીરી હાલ પ્રગતીમાં છે. આ ઉપરાંત આહવામાં પાણી સમસ્યા હલ કરવા માટે નિલશાક્યા પાણી પુરવઠા યોજના, દેવીનામાળ પાણી પુરવઠા યોજના, ભિસ્યા ડેમ આધારિત પાણી પુરવઠા યોજના થી આહવામાં પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તેમજ ટુંક સમયમાં ધોધલી ધાટ માર્ગમાં સિરિઝમાં પાંચ ડેમો બનાવામાં આવનાર છે તેમ શ્રી પટેલે કહ્યું હતું.

ડાંગ જિલ્લાના ૨૭૦ ગામડાઓમાં પાણી પુરૂ પાડવા માટે તાપી આધારીત ૮૬૬ કરોડની યોજના હાલ પ્રગતિ હેઠળ છે. આ યોજનાનો ફિલ્ટર પ્લાન્ટ સુબીર ખાતે તૈયાર કરવામાં આવશે અને તમામ ગામોમાં પિવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે તેમ પાણી સમસ્યા બાબતે પુરક વિગતો આપતાં શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું.

સરકાર પરીણામલક્ષી કાર્ય કરવા સાથે જિલ્લાના સર્વાંગી વિકાસ કરવા માટે કટીબધ્ધ છે તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું.

આહવામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે આજે ખાતમુહર્ત થનાર સીસી રોડ ખુબ જ મહત્વનો સાબિત થશે તેમ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું. સાથે જ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ ૭૦૦ કરોડ થી વધુ રકમના રોડ મંજુર થયા છે. આ તમામ રસ્તાઓ બનાવી સરકાર જિલ્લાના લોકો માટે સુવિધાજનક રસ્તાઓ આપવાં પ્રયત્નશીલ છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, આહવા સરપંચ હરિચંદભાઈ ભોયે, ઉપ સરપંચ હરિરામભાઈ સાવંત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિતના જિલ્લા તાલુકા સદસ્યો તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કેતન બી. કુંકણા સહિતના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!