
વિજાપુર મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી ની ફરજ બજાવતા કર્મચારીનો કમ્પાઉન્ડ માંથી મોબાઈલ ચોરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી ની ફરજ બજાવતા કર્મચારીનો કચરીના કમ્પાઉન્ડ માંથી મોબાઈલ ચોરાઇ જતા અજાણ્યા ઈસમ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચરાડા ગામના ચૌધરી ગોવિંદભાઈ શંકરભાઈ મામલતદાર કચેરી રેવન્યુ તલાટી તરીકે નોકરી કરે છે તેઓ ગત રોજ તેઓ બપોરે એક વાગે મામલતદાર કચેરીના કમ્પઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે કચેરી મા જતા પોતાનો મોબાઈલ વી પ્રો રૂપિયા ૩૪,૯૯૦/- ની કિંમતનો પોતાની પાસે નહિ મળી આવતા તેની શોધખોળ કરી હતી. જોકે મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવામાં આવતા પોલીસ મથકે ચૌધરી ગોવિંદ ભાઈ શંકર ભાઇ એ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




