વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલ માં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું


સમીર પટેલ, ભરૂચ
સામાજિક વિજ્ઞાનના અભ્યાસ માં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ , મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેન જયશ્રીબેન જે. ઝાલા ના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા , પવન ઊર્જા, પ્રદૂષણ, સિંચાઈ પદ્ધતિ , જળ વ્યવસ્થાપન , સૌરમંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ રસપ્રદ , આકર્ષક અને સર્જનાત્મક હતાં. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિની રજૂઆત સમજબુદ્ધિ અને અનોખી શૈલીથી કરી હતી . શાળાની પ્રાથમિક વિભાગ ( અંગ્રેજી & ગુજરાતી માધ્યમ ) , તેમજ મા. અને ઉ. મા. સહિત તમામ વિદ્યાર્થીનીઓ એ આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. . શાળા સંકુલના CEO માનનીય નુસરતજહાં એ પ્રદર્શન નિહાળ્યાં બાદ વિદ્યાર્થીનીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ને બિરદાવતાં અભિનંદન પાઠવ્યા હતાં.



