
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા: ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કુલ કલા ઉત્સવમાં મોખરે
જી.સી.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત લીંભોઈ Q.D.C કક્ષાના કલા ઉત્સવમાં ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કુલની વિદ્યાર્થીની અક્ષરા નરેન્દ્રકુમાર બારોટે હળવું કંઠ્ય સંગીતમાં પ્રથમ નંબર તથા યુવરાજ વાદીએ વાદન સ્પર્ધામાં દ્વિતીય નંબર તેમજ ખુશી મકવાણાએ બાળ કવિ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી શાળા અને વિસ્તારને ગૌરવ અપાવવા બદલ શાળા પરિવારે સૌ સ્પર્ધકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી





