અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાની કે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ આવ્યા સામે ‘મારું નાણા ધીરનારનું કામકાજ છે,જેનું લાયસન્સ પણ છે,ખોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવાઈ
‘ પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી ‘
‘મારું નાણા ધીરનારનું કામકાજ છે,જેનું લાયસન્સ પણ છે ‘
‘ હજુ ઓફિસનું ઓપરનીંગ પણ મેં કર્યું નથી ‘
‘ માત્ર બોર્ડના આધારે સીઆઈડીએ મારી સામે ફરિયાદ દાખલ કરી દીધી ‘
‘ હું લાયસન્સ અને દસ્તાવેજ સાથે સીઆઈડી ક્રાઈમ પાસે જઈ રહ્યો છું ‘
‘ ખોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવાઈ
BZ ના સીઇઓ ભુપેન્દ્ર પટેલ દ્વારા સાબરકાંઠા અરવલ્લી સહિત ગુજરાત ના અલગ અલગ વિભાગો માં ઓફિસો ખોલી એજન્ટો દ્વારા ઊંચા વ્યાજદર આપવાની લાલચ આપી ને કરોડો રૂપિયા ઉઘરાવ્યાં હોવાની સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા રેડ કરવામાં આવી હતી અને અલગ અલગ જગ્યા ના એક એજન્ટ સહિત સાત ની ધરપકડ કરવામાં આવી હતી,મુખ્ય એજન્ટ મયુર દરજી ની બે દિવસ ના રિમાન્ડ આપ્યા બાદ ધરપકડ કરાઈ છે હાલ BZ નો મુખ્ય સીઇઓ ભુપેન્દ્ર ઝાલા છેલ્લા અગિયાર દિવસ થી ભૂગર્ભ માં ઉતરી ગયો છે એવામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા BZ જેવી જ એમઓ અપનાવી મોડાસા માં પોન્ઝી સ્કિમ ચલાવતી વધુ ત્રણ કંપનીઓ 1- કે કે એન્ટરપ્રાઇઝ ,2 – આર કે એન્ટરપ્રાઇઝ , 3 – હરસિદ્ધ એન્ટરપ્રાઇઝ સામે 50 કરોડ ઉઘરાવ્યાં હોવાની ફરિયાદ નોંધી છે ત્યારે આજે કે કે એન્ટરપ્રાઇઝ ના સીઈઓ કેતન પટેલ આજે મીડિયા સામે આવ્યો અને પોતાની પ્રતિક્રિયા આપી
ગઈકાલે સીઆઇડી ક્રાઇમ દ્વારા નોંધાયેલ 3 સામે ફરિયાદ બાદ આજે કે કે એન્ટરપ્રાઇઝ ના કેતન પટેલ મીડિયા સામે આવ્યા અને તેઓએ જણાવ્યું હતું કે મેં કે કે એન્ટરપ્રાઇઝ નું ખાલી બોર્ડ માર્યું છે મેં નાણાં ધીરધાર નું કાયદેસર નું લાયસન્સ લીધું છે હજુ મેં વ્યવસાય શરૂ કરેલ નથી જુલાઈ માસ માં ધીરધાર નું લાયસન્સ મળ્યા પછી ફક્ત ઓફીસ ખોલી છે એક પણ ગ્રાહક ને નાણાં ધીર્યા નથી છતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા પોન્ઝી સ્કીમ બાબતે ફરિયાદ કરવામાં આવી છે જેથી હું આજે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ માં મારા પુરાવા રજૂ કરી ખુલાસો કરવા જવાનો છુ