
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : LCB પોલીસ ટીમનો તરખાટ 40 થી વધુ સંગઠીત ગુન્હાઓ આચરતી આંતર જીલ્લા અને આંતર રાજયના એક સાથે 10 આરોપી ઝડપાયા – મુખ્ય સૂત્રધાર ઝડપાયો
જિલ્લામાં સૌથી વધુ સક્રીય અને ગુન્હેગારોને ગણતરીના કલાકોમાં પાઠ ભણાવતી જો કોઈ ટીમ હોય તો તે છે LCB પોલીસની ટીમ છેલ્લા કેટલાય સમયથી LCB PI H.P.GARASIYA ની આગેવાનીમાં તેમની ટીમ ગુન્હા શોધવામાં સફળતા મેળવી રહી છે અને ફરી એક વાર એક નહીં પણ 40 જેટલા ગુન્હામાં સંડોવાયેલા અને મુખ્ય સૂત્રધાર સાથે 10 આરોપીઓ ને LCB એ દબોચી લીધા છે જેમા
પ્રોહિબીશનના અત્યાર સુધીના 40 થી વધુ સંગઠીત ગુન્હાઓ આચરતી આંતર જીલ્લા અને આંતર રાજયની ટોળકી સામે ભિલોડા પો.સ્ટે ખાતે નોંધાયેલ GUJCTOC હેઠળના મુખ્ય સુત્રધાર અજય કલાસવા સહીત કુલ-10 આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા છે
અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને દિવાળીના દિવસે મોટી સફળતા મળી છે. એલસીબી ટીમે એક સાથે દસ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ આંતરજિલ્લા તેમજ આંતરરાજ્ય સ્તરે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશનના 40 થી વધુ સંગઠિત ગુનાના કેસ નોંધાયેલા છે. જિલ્લા એલસીબી પોલીસે ગુજસીટોક હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર અજય કલાસવા સહિતના આરોપીઓને પોલીસએ કબજામાં લીધા છે. એલસીબીની આ કામગીરી બાદ જિલ્લામાં ગુનાહિત તત્વોમાં ચકચાર મચી ગઈ છે.પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અન્ય સહયોગી આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે.
પકડાયેલ આરોપીઓ
1. મુખ્ય સુત્રધાર અજયભાઈ સ/ઓ મહેશભાઈ ઉર્ફે દરજી સુકાભાઈ કલાસવા રહે.ભાણમેર તા.ભિલોડા જી.અરવલ્લી.
2.કૈલાશબેન વા/ઓફ મહેશભાઇ ઉર્ફે દરજી સુકાભાઈ કલાસવા રહે.ભાણમેર તા.ભિલોડા જી.અરવલ્લી.
3. દેવીલાલ મોડજી કલાલ રહે.બસ્સી જુજાવત બાસીનર તા.સંલુમ્બર જી.ઉદેપુર (રાજસ્થાન)
4. રમેશભાઈ ગોબરભાઈ વણજારા રહે.રીંટોડા તા.ભિલોડા જી.અરવલ્લી.
5. બાબુજી કડવાજી મકવાણા રહે.પોગલુ તા.પ્રાંતીજ જી.સાબરકાંઠા.
6. દિપકભાઈ અળખાભાઈ પાંડોર રહે.ઝાંઝરી તા.ખેરવાડા (રાજસ્થાન)
7. રાહુલ રતીલાલ ભગોરા રહે.ધોલવાણી તા.ભિલોડા જી.અરવલ્લી.
9. હાર્દિકકુમાર પ્રવિણભાઈ જેઠાભાઈ રાવલ રહે.રામજી મંદીર ફળી, કાંકરોલ તા.હિંમતનગર જી. સાબરકાંઠા.
9 નિકુલ ઉર્ફે મચ્છી રાજુભાઇ ભોઇ રહે.૭૪, મારૂતીનગર સોસાયટી, અશોકવાટીકાની પાછળ સહકારી જીન રોડ હિંમતનગર તા.હિંમતનગર જી.સાબરકાંઠા.
10. વિશાલભાઈ લક્ષ્મીચંદ જુમાણી રહે. ૧૩૩,સી-વોર્ડ કુબેરનગર અમદાવાદ.







