ARAVALLIGUJARATMODASA

મેઘરજ રોડ પર મોડાસા રૂરલ પોલીસની કાર્યવાહી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા, રૂ. 5.53 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ રોડ પર મોડાસા રૂરલ પોલીસની કાર્યવાહી
મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઈસમો ઝડપાયા, રૂ. 5.53 લાખનો મુદ્દામાલ જપ્ત

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘરજ રોડ ઉપર ગેબી સોસાયટીથી થોડેક આગળ મેઘરજ તરફથી મોડાસા આવતાં માર્ગ પર શંકાસ્પદ વાહન ચેકિંગ દરમિયાન મોડાસા રૂરલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપી પાડીને કુલ રૂ. 5,53,400/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ, મનોહરસિંહ એન. જાડેજા, પોલીસ અધીક્ષક અરવલ્લી તથા જે.ડી. વાઘેલા, નાયબ પોલીસ અધીક્ષક, મોડાસા વિભાગના માર્ગદર્શન હેઠળ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.ડી. ગોહીલ તથા પી.એસ.આઈ. એમ.જે. પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ સ્ટાફ મેઘરજ રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન મેઘરજ તરફથી આવતી નંબર વગરની સફેદ રંગની હ્યુન્ડાઇ વર્ના ગાડી શંકાસ્પદ જણાતાં તેને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીના પાછળના નંબર પ્લેટ પર જી.જે.૦૧આર.એસ.૭૪૪૮ નંબર હોવાનું જણાયું હતું.ગાડી ચાલક તરીકે સોહેલ હુસેન અજીજભાઇ અહમદભાઇ મન્સુરી (ઉ.વ. ૨૮) રહે. સરવણા, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા તથા તેની બાજુમાં બેઠેલ ફૈજાન રહીમભાઇ અબ્દુલભાઇ સાબલીયા (ઉ.વ. ૨૨) રહે. ટીંટોઇ બગીચા વિસ્તાર, તા. મોડાસા, જી. અરવલ્લી હોવાનું ખુલ્યું હતું.બન્ને ઈસમો પુછપરછ દરમ્યાન ગભરાયેલા લાગતા હોવાથી તપાસ કરતા ફૈજાન સાબલીયાના કોફી કલરના જેકેટના અંદરના ખિસ્સામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૨.૬૪ મિલીગ્રામ કિંમત રૂ. 26,400/- મળી આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 26,400/-મોબાઇલ ફોન નંગ-૦૨ કિંમત રૂ. 10,000/-રોકડ રકમ રૂ. 17,000/-સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર કિંમત રૂ. 5,00,000/- સાથે કુલ રૂ.5,53,400/- નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

સોહેલ હુસેન અજીજભાઇ અહમદભાઇ મન્સુરી, રહે. સરવણા, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા
ફૈજાન રહીમભાઇ અબ્દુલભાઇ સાબલીયા, રહે. ટીંટોઇ બગીચા વિસ્તાર, તા. મોડાસા, જી. અરવલ્લી

Back to top button
error: Content is protected !!