અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા: શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે મોડાસા ખાતે એઇમ્સ હોસ્પિટલ પાસે રસ્તા પર પાણી ભરાયા
બે દિવસ પહેલા પણ વરસાદી માહોલ વચ્ચે મોડાસા સ્ટેટ હાઈવે બાયપાસ પર એઇમ્સ હોસ્પિટલ આગળ રસ્તા પર પાણી ભરાયા હતા આ બાબતે અહેવાલો પ્રસિદ્ધ થયા પછી પણ હાઈવે ડિપાર્ટમેન્ટ કુંભ કર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
મોડાસામાં વરસેલા 2 ઇંચ વરસાદ ને કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા જેમાં મોડાસા બાયપાસ પાસે એઇમ્સ હોસ્પિટલ આગળ રસ્તા પર પાણી ભરાતા જાણે કે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાયપાસ પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને હાલ શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ સહિત અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહયો છે જવાબદાર તંત્ર કોણ..? જે પાણી નો નિકાલ કરી શકે તેવા પણ સવાલો ઊભા થયા છે પરંતુ આ બાબતે સત્વરે જવાબદાર તંત્ર જાગે અને પાણી નો યોગ્ય નિકાલ કરે તેવી હાલ માંગ સેવાઈ રહી છે



