
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવપૂર્ણ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોથી પ્રેરણા લેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી કીર્તિસિંહ ઝાલા, શ્રાજુભાઈ ઠાકોર, રાહુલભાઈ પટેલ,હિંમતસિંહ પરમાર, ડો. મુકેશ ઉપાધ્યાય સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા યુવાનો હાજર રહ્યા હતા.આ અવસરે જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીના વિચાર—યુવાશક્તિ, રાષ્ટ્રસેવા, આત્મવિશ્વાસ અને સામાજિક સમરસતા—આજના સમયમાં વધુ પ્રાસંગિક છે અને તેમાંથી પ્રેરણા લઈને સમાજના અંતિમ વ્યક્તિ સુધી ન્યાય અને વિકાસ પહોંચાડવાનો સંકલ્પ કોંગ્રેસ પાર્ટી સતત લઈ રહી છે.




