
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનો ત્રીજા સ્નેહ મિલન કાર્યક્રમ મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યોજાયો
મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ મોડાસાનો ત્રીજો સ્નેહમિલન કાર્યક્રમ મહાલક્ષ્મી ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય નિવૃત કર્મચારી સખાવત મહામંડળના પ્રમુખ ચંદુભાઈ જોષીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાનો તરીકે ચતુરસિંહચૌહાણ, ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ સહમંત્રી મહેન્દ્રભાઈ. પી.પટેલ ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ સુરેશકુમાર સગર નિવૃત્ત નાયબ મામલતદાર તથા જીતેન્દ્ર .જે. સોની તેમજ મોડાસાના જાણીતા બિલ્ડર તેમજ સામાજિક આગેવાન કમલેશ પટેલના સાનિધ્યમાં આશરે 300 પેન્શનર ભાઈઓ તથા બહેનોની હાજરીમાં યોજાયો હતો
આ સ્નેહમિલન સંમેલનને સફળ બનાવવા માટે મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ શંકરભાઈ જે પટેલ,મહામંત્રી વિઠ્ઠલભાઈ પરમાર ,મંત્રી ડાયાભાઈ એમ પટેલ ઉપપ્રમુખ, કોયાભાઈ એમ પટેલ તથા લાલાભાઇ વણકર, છબીલભાઈ પટેલ તથા સહમંત્રી ચંદ્રકાંત સુથાર તથા કેશુભાઈ પ્રજાપતિ તથા કારોબારી સભ્યોના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો નિવૃત્ત કર્મચારીઓના સ્નેહ મિલનમાં કર્મચારીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો હતો અને સમગ્ર આયોજનની સરાહના કરી હતી





