પંચમહાલ ગ્રાહક તકરાર નિવારણ કોર્ટની વીમા કંપનીને લપડાક, કાલોલના અરજદારને મેડીક્લેઈમની પૂરી રકમ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કરાયો હુકમ.
તારીખ ૦૮/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે રહેતા મુકેશકુમાર કૃષ્ણકાંત કનોજીયાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇનસ્યોરન્સ કંપનીમાંથી આરોગ્ય સંજીવની પોલિસી વર્ષ 2022-23 ના સમયગાળા માટે લીધી હતી.જે પોલિસીમાં કુટુંબના 2 સભ્યોનો સમાવેશ થતો હતો.જેનું પ્રીમિયમ 18,798/-હતું. જેમાં અરજદાર મુકેશકુમારને તારીખ 06/11/22 ના રોજ વાઇરલ ફીવર થયો હોઈ કાલોલ સૂપેડા સર્જીકલ એન્ડ મેટરનિટી હોસ્પિટલ ડોકટર દિલીપ સુપેડાનાઓને ત્યાં સારવાર અર્થે દાખલ થયેલ.જ્યાં તા 6/11/22 થી 10/11/22 સુધી અંદરના દર્દી તરીકે સારવાર કરાવેલ.જેમાં સારવાર નો કુલ ખર્ચ 34,529/- થયેલ.જેના મેડિકલેમ કરી નાણાં પરત મેળવવા સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઇનસ્યોરન્સ કંપનીને ક્લેમ ફાઈલ,દવા સારવાર બીલો સહિત દસ્તાવેજો પૂર્તતા કરેલ હતા જેમાં વીમા કંપનીએ તા 15/12/22 ના રોજ ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 34,529/- ની જગાએ માત્ર રૂપિયા 16,662/- નો ક્લેઇમ હોસ્પીટલાઈઝેશન બિલ અને મેટફોર્મિન ઈન્જેકશન બિલ વિગેરે મળવાપાત્ર નથી તેમ કહી કપાત કરી પોલિસીનું શરતોનું ખોટું બહાનું બતાવી ક્લેઈમ અડધો મંજૂર કરેલ હતો જેથી અરજદારને આર્થિક રીતે નુકસાન થયેલ હતું જેમાં અરજદારે તા 06/7/23 ના રોજ વીમા કંપનીએ ક્લેમ નાણાં પૂરેપૂરા ન ચૂકવતાં સેવામાં ખામી તથા બેદરકારી દાખવેલ હોઈ પંચમહાલના ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગોધરા મુકામે ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ ચાલી જતાં નામદાર ગ્રાહક કોર્ટે અરજદારના વકીલ જીજ્ઞા.આર. ત્રિવેદીની રજૂઆત તથા દલીલોને ધ્યાને લઈ તેમજ રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાનું અવલોકન કરી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈનસ્યોરન્સ કંપનીને બાકી નીકળતા નાણાં રૂ 17,867/- અરજી કર્યાની તારીખથી 6% વ્યાજ સહિત અરજદાર મુકેશકુમાર કૃષ્ણકાંત કનોજીયાનlને બે માસમાં ચૂકવી આપવા અંગેનો તેમજ માનસિક ત્રાસ અને ખર્ચ પેટે 2000/- રૂ.પણ ચૂકવી આપવાનો હુકમ કરેલ છે.