ARAVALLIGUJARATMODASA

મોડાસા – ગેરકાયદેસર કતલ માટે લઈ જવાતી ગાય બચાવી મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ :- હિતેન્દ્ર પટેલ

મોડાસા – ગેરકાયદેસર કતલ માટે લઈ જવાતી ગાય બચાવી મોડાસા ટાઉન પોલીસની કાર્યવાહી

મોડાસા ટાઉન પોલીસ ટીમે ગેરકાયદેસર રીતે કતલ માટે લઈ જવાતી એક ગાયને બચાવી પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી દરમ્યાન મહિન્દ્રા પીકઅપ ડાલા, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,70,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વિરેન્દ્રસિંહ યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ, મનોહરસિંહ એન. જાડેજા ,પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા તથા જે.ડી. વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં કતલના ઇરાદે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. વાળા સાહેબ દ્વારા તાબાના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેક તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમને અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે મહિન્દ્રા કંપનીનું પીકઅપ ડાલું, રજીસ્ટ્રેશન નંબર GJ.16.V.6680, ગેરકાયદેસર રીતે ગૌવંશને કતલના ઇરાદે ડાલામાં ભરી સદાકત સોસાયટી થઈને રાણાસૈયદ તરફ જઈ રહ્યું છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પીકઅપ ડાલું આવતા તેનો ચાલક અને સાથે બેઠેલો બીજો ઇસમ વાહન ચાલુ હાલતમાં મૂકી સ્થળ પરથી નાસી ગયા હતા. તપાસ કરતાં ડાલામાં એક ગાય (નંગ-01)ને દોરડાં વડે હલનચલન ન કરી શકે તે રીતે બાંધી, મરણતોલ હાલતમાં રાખવામાં આવી હતી. ગાય માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.પોલીસે ગાય (કિં. રૂ. 5,000/-), મહિન્દ્રા પીકઅપ ડાલું, વિવો કંપનીનો એક મોબાઇલ ફોન તથા ઓપ્પો કંપનીનો એક મોબાઇલ ફોન સહિત કુલ **રૂ. 1,70,000/-**નો મુદ્દામાલ જપ્ત કરી પશુ જીવને બચાવ્યો છે. નાસી ગયેલા બંને ઇસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપીઓ :

મહિન્દ્રા પીકઅપ ડાલું નં. GJ.16.V.6680નો ચાલક ડ્રાઈવર

પીકઅપ ડાલામાં ચાલક સાથે બેઠેલો અન્ય ઇસમ

Back to top button
error: Content is protected !!