
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી,UGVCL કર્મચારીઓને સાથે રાખી 3 ઈસમોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવેલ.
મોડાસા ટાઉન પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસ સ્ટાફ અને UGVCL કર્મચારીઓને સાથે રાખી 3 ઈસમોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવેલ.
સમગ્ર રાજ્ય માં ડીજીપી ના આદેશ બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યુ છે એમાં પણ જવાબદાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારો માં અસામાજિક તત્વો તેમજ વિવિધ ગંભીર ગુન્હાઓ સાથે સંકરાયેલા આરોપીની યાદી મંગાવવામાં આવી છે જેને લઇ અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર પણ ખુબ સચેત બન્યું છે અને જિલ્લામાંથી પણ 109 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે
અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પણ હવે ધીરે ધીરે અસામાજિક તત્વો સામે લાલ આંખ ચીંધી ને કાર્યવાહી શરુ કરવામાં આવી છે જેમાં મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં મોડાસા ના ટાઉન પોલિસ વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહીમાં પોલીસ સ્ટાફ અને UGVCL કર્મચારીઓને સાથે રાખી 3 ઈસમોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવેલ.





