ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મંદિરો માંથી ઘંટ ચોરી કરતા લબરમુછીયાઓ,ઘંટ ચોરને મોડાસા ટાઉન પોલીસે 26 ઘંટ સાથે દબોચ્યો :-  કકરાઈ માતા મંદિર અને પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી ઘંટની ચોરી કરી હતી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મંદિરો માંથી ઘંટ ચોરી કરતા લબરમુછીયાઓ,ઘંટ ચોરને મોડાસા ટાઉન પોલીસે 26 ઘંટ સાથે દબોચ્યો :-  કકરાઈ માતા મંદિર અને પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી ઘંટની ચોરી કરી હતી

કકરાઈ માતા મંદિર અને પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી ઘંટની ચોરી કરી હતી,તાંબા અને પિત્તળનો ભાવ વધુ હોવાથી મંદિરમાં ઘંટ ચોરીની ઘટનાઓ વધી રહી છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે પોલીસતંત્રને સઘન પેટ્રોલિંગ હાથધરી શંકાસ્પદ વાહનો અને ઇસમો પર વોચ ગોઠવવા તાકીદ કરી છે મોડાસા ટાઉન પોલીસે સાઈ મંદિર નજીકથી બાઈક પર થેલામાં ચોરી કરેલ ઘંટ સાથે પસાર થતા ઘંટ ચોરને દબોચી લઈ 1.10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કકરાઈ માતા મંદિર અને પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી ઘંટની ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ઘંટ ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી માલપુર રોડ પર આવેલ સાંઇ મંદિર નજીક ઘંટ ચોર બાઈક પાછળ મોટા થેલામાં ચોરી કરેલ ઘંટ ભરી પસાર થતા બાઈક ચાલક શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસે તેને અટકાવી થેલામાં જોતા પોલીસ ચોંકી ઉઠી હતી થેલામાં મંદિરના ઘંટ અને તોડેલા ઘંટનો જથ્થો મોટા પ્રમાણમાં જોવા મળતા પોલીસે બાઈક ચાલક વિષ્ણુ ફતા વાદી (રહે,પીપરાણા-માલપુર)ની પૂછતાછ કરતા શરૂઆતમાં પોલીસને ગોળ ગોળ જવાબ આપતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા પોપટની માફક થેલામાં રહેલા ઘંટ ચોરીના હોવાનું જણાવ્યું હતું ઘંટ ચોર વિષ્ણુ ફતા વાદીએ થેલામાં રહેલા મંદિરના 26 ઘંટ અને તૂટેલા ઘંટ દધાલિયાના કકરાઈ માતા મંદિર અને પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી ઘંટની ચોરી કર્યા હોવાની કબૂલતા કરતા પોલીસે 60 હજારના મંદિરના ઘંટ અને બાઈક મળી રૂ.1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટીંટોઈ અને મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં નોંધાયેલ ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!