
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
મોડાસા : USAના દાતાએ 35 લાખનું માતબર દાન આપી,બહેરા મૂંગા શાળા અને ITIને સ્માર્ટ ક્લાસમાં રૂપાંતરિત કરી
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા મૂંગા શાળા અને આઇટીઆઇ મોડાસા શહેર સહિત આજુબાજુના જીલ્લા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી જરૂરિયાતમંદ પરિવારના દિવ્યાંગ બાળકોનાં અભ્યાસ માટે આશીર્વાદ રૂપ છે આઇટીઆઈમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પગભર બની રહ્યા છે લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા મૂંગા શાળા અને આઈટીઆઈના વાર્ષિક અહેવાલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસ આધુનિક અને ડિજિટલ બને તે માટે ટહેલ કરવામાં આવતા અમેરિકામાં વસવાટ કરતા ભરતભાઈ.પી. કોઠારી અને તેમના પરિવારે 35 લાખ રૂપિયા માતબર દાન કરતા સંસ્થાએ સત્કાર સમારંભ યોજી ઋણ અદા કર્યું હતું એનઆરઆઈ પરિવારે દિવ્યાંગ બાળકોને મિષ્ઠાન સાથે ભોજન તેમના હાથે જમાડ્યું હતું .મોડાસા લાયન્સ સોસાયટી સંચાલિત બહેરામૂંગા શાળા અને ITI માં અમેરિકા રહેતા ભરતભાઈ.પી.કોઠારી અને તેમના પરિવારે 35 લાખ રૂપિયાનું દાન આપતા શાળા અને આઇટીઆઇના દરેક ક્લાસરૂમ સ્માર્ટ બોર્ડ , કોમ્પ્યુટર અને સમગ્ર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું હતું દિવ્યાંગ વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટરથી અભ્યાસ અને તાલીમ આપવાની શરુ કરતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ભરતભાઈ.પી.કોઠારી , તેમના પુત્ર કેન્ડલ અને જેક દીકરી રાયન માદરે વતન આવતા લાયન્સ સોસાયટી મોડાસા દ્વારા તેમનો સત્કાર સમારંભ અને સ્માર્ટ ક્લાસનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ ગૌરવપૂર્ણ ઘડીમાં કુંજબાળા બેન શાહ,ગૌરાંગ.એસ.શાહ,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમાર,નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ,નાગરિક બેંક ચેરમેન પ્રજ્ઞેશ ગાંધી સહિત શહેરના અગ્રણી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યકર્મોથી મહેમાનો અભિભૂત બન્યા હતા સિંદૂર થીમ પર રજૂ કરેલ સાઇન લેંગવેજમાં નાટય રજૂ કરી દેશભક્તિનો માહોલ સર્જતા ઉપસ્થિત સૌ કોઈ ગદગદિત બન્યા હતા
લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા મૂંગાં શાળાના સ્માર્ટ રૂમના લોકાર્પણ અને દાતાના સત્કાર સમારંભમાં લા.કમલેશ પટેલે સ્વાગત પ્રવચન અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અને બહેરા મૂંગાં શાળા અને આઈટીઆઈની રૂપરેખા આપી હતી લા.ડોક્ટર જીતેન્દ્ર પટેલે દાતાઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થાના પ્રમુખ ડૉ.ટી.બી.પટેલે દાતા પરિવારની સરાહના કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવેશ જયસ્વાલ,સુરેશ પટેલ,કનુ પટેલ,નવનીત પરીખ અને શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મોડાસા લાયન્સ ક્લબના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા




