
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાની મહિલા ને પ્રેમ સંબંધ ભારે પડયો ત્રણ યુવકોએ યુવતીને બનાવી હવસનો શિકાર, ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસ પહેલા 35 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ ફરી એકવાર મોડાસા શહેરની અંદર પણ એક મહિલા સાથે ત્રણ ઈસમો દ્વારા દુષ્કર્મ આચર્યું ફરિયાદ નોંધાવતા જિલ્લામાં ચકચાર મચી છે
મળતી માહિતી અનુસાર મોડાસા શહેરની એક મહિલા ને રાજસ્થાનમાં પ્રેમ સંબંધ ભારે પડયો હતો પ્રથમ જે યુવક સાથે ગઈ હતી તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી શરીર સુખ માણતો હતો પ્રથમ જે યુવક સાથે ગઈ હતી એ યુવકે બીજા યુવકને રૂ.100000 માં વેચી દીધી હોવાની પણ વાત સામે આવી છે તે યુવકે યુવતી સાથે મારઝૂડ કરી શરીર સુખ માણતો હતો અને બીજા યુવકે ત્રીજા યુવકને સોંપતા તે યુવક પણ મારઝૂડ કરી શરીર સુખ માણતો હતો આમ એક પછી એક એમ ત્રણ નરાધમો એ પોતાની ભૂખ છીપાવવા માટે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે આમ ત્રણે આરોપી ઓ એક બીજા પાસે મોકલી માનવ હેરાફેરી કરી યુવતીને ગોંધી મારી નાખવાની ઘમકીઓ આપતા હતા આરોપી દ્વારા ફરીયાદી યુવતીને પુત્રનો જન્મ થયેલ છે યુવતી પોતાના પિયરમાં આવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી





