GUJARAT

દેડિયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામે ઊભા કરાયેલા આદર્શ મતદાન મથક

દેડિયાપાડા તાલુકાના ઝરણાવાડી ગામે ઊભા કરાયેલા આદર્શ મતદાન મથક

તાહિર મેમણ – ડેડીયાપાડા- 04/05/2024- નર્મદા જિલ્લામાં આગામી તા.૭મે, મંગળવારના રોજ મતદાન યોજાવાનું છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગમાં સામવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ઊભા કરાયેલા આદર્શ મતદાન મથક ઝરણાવાડી-૧ની મુલાકાત લઈ સમીક્ષા કરી મતદાન મથકનું જાત નિરિક્ષણ કર્યું હતું.

ઝરણાવાડી પ્રાથમિક શાળામાં ઊભા કરાયેલા આદર્શ મતદાન મથકની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો, પ્રવેશદ્વાર સુશોભિત બવાનાયું છે. ભૌગોલિક ઓળખ અને સાંસ્કૃતિક વારસાને ધ્યાને લઈ વારલી પેઈન્ટીંગ દ્વારા કલરકામ કરી અલાયદી ઓળખ અપાઈ છે. મતકુટિર વાંસની બનાવટ વાળી રાખવામાં આવશે. પોલિંગ સ્ટાફને બેસવા માટે વાંસમાંથી બનાવેલી ખુરશી, કચરા ટોપલી તરીકે વાંસના ટોપલા રાખવામાં આવશે. મતદારો માટે મંડપનો શેડ, ખુરશીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પીવાના પાણી માટે માટલાની વ્યવસ્થા ઊભી કરાશે. મંડપનો શેડ તૈયાર થયા બાદ નીચે સ્વચ્છ રેડ કાર્પેટ પાથરવામાં આવશે. તેની સાથો સાથ સેલ્ફી સ્ટેન્ડ, રેમ્પ, વ્હીલચેર, કૂંડા, લાઈટ-પંખા, ટોઈલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવાશે.

૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ તેમજ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત કરી હતી. ત્યારબાદ દેડિયાપાડાના સામોટ ગામે પહોંચી મતદાન મથકની મુલાકાત કરી ગામના નાગરિકો સાથે મુલાકાત કરી સૌએ અચૂક મતદાન કરવું તે અંગે સંવાદ કર્યો હતો.

આ વખતે ચૂંટણીપંચ દ્વારા વિવિધ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરીને લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના આશય સાથે વિશિષ્ટ મતદાન મથકો ઉભા કરાશે. જેમાં ભરૂચ સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ દેડિયાપાડા વિધાનસભા મતવિભાગમાં ૭ જેટલા મહિલા સંચાલિત સખી મતદાન મથકો અને એક PwD (દિવ્યાંગજનો દ્વારા સંચાલીત) મતદાન મથક ઊભુ કરવામાં આવનાર છે. લોકશાહીનું આ મહાપર્વ પ્રત્યેક નાગરિક માટે એક અવસર સમાન છે. જેમાં નાગરિકો પોતાના પવિત્ર-અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની સહભાગીતા નોંધાવી શકે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!