બોડેલી નગર ના મોહમ્મદ સુફિયાન એ જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી.


રમજાનના પવિત્ર માસની શરૂઆત થઈ ગઈ છે રમઝાન નો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે મુસ્લિમ સંપ્રદાયના મહત્વનો કહી શકાય ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો માસ એટલે પવિત્ર રમઝાન માસ કાળઝાળ ગરમીમા નાના ભૂલકાઓ એ પણ રોજા રાખી પોતાના રબ ને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો કેટલાક નાના ભૂલકાઓએ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખ્યો હતો મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. ચાલુ વર્ષે રમઝાન માસ તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થશે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે નાના ભુલકાઓએ પણ રોજો રાખ્યો હતો ખત્રી મોહમ્મદ સુફિયાન સેહજબ ભાઈ એ કાળઝાળ ગરમીમા પહેલો રોજો રાખી રબ ને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે બોડેલી નગરના ખત્રી મોહમ્મદ સુફિયાન ને જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.
બ્યુરો ચીપ અંજુમ ખત્રી છોટાઉદેપુર




