GUJARATKUTCHMUNDRA

મુંદરાના મોખા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો : 18 ગામોના અરજદારોને સ્થળ પર જ સરકારી યોજનાઓની સમજ અપાઈ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાના મોખા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો : 18 ગામોના અરજદારોને સ્થળ પર જ સરકારી યોજનાઓની સમજ અપાઈ

મુંદરા, તા. 10:
ગુજરાત સરકારના ‘સેવા સેતુ’ અભિયાન હેઠળ મુંદરા તાલુકાના મોખા ગામે સાર્વજનિક સમાજવાડી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોખા સહિત આસપાસના 18 ગામોના લોકો માટે વહીવટી તંત્ર સામે ચાલીને ગામના આંગણે પહોંચ્યું હતું જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ તકે સરકારના વિવિધ વિભાગોની કુલ ૫૫ જેટલી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદોને પોષણ કીટ, ગંગાબા આર્થિક સહાયના મંજૂરી આદેશો અને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક તપાસ, નિદાન અને સારવાર કેમ્પ પણ યોજાયો હતો.
આ તકે મુંદરા મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર શૈલેષભાઈ ઠક્કર, વિપુલભાઈ જોશી, લધાભાઈ ગઢવી, મોખાના સરપંચ હીનાબેન તલકશી ફફલ અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ પચાણભાઈ માતંગ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રદ્યુમનસિંહ જાડેજા, ચેતનભાઈ ચાવડા, બાબુભાઇ ગઢવી સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે મહેસુલ વિભાગ, પંચાયત, આરોગ્ય, આંગણવાડી અને પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયત સભ્ય જીગ્નેશ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આયોજનને સફળ બનાવવા તલકશી ફફલ અને તલાટી સવરાજ ગઢવી સહિત પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ સફળ આયોજનમાં વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે સરકારના આ પારદર્શી અભિગમની સરાહના કરી હતી.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!