મોરબીથી ખાવડા ફક્ત વિનોદ ચાવડા સૂત્રને યથાર્થ કરતા મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા વિનોદભાઈ ચાવડા
KUTCH BUREAUJune 4, 2024Last Updated: June 21, 2024
192 1 minute read
કચ્છ : તા.૦૪ જૂન ૨૦૨૪
રિપોર્ટ : બિમલ માંકડ, પ્રતીક જોશી
કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સફળતા પૂર્વક બે ટર્મ પુરી કરીને ત્રીજી વખત ભવ્ય વિજય મેળવીને વિકાસની વણથંભી વણજારને આગળ વધવાનો કોલ જનતાને આપ્યો હતો. કચ્છની જનતાએ પણ સરકાર પર વિશ્વાસ મૂકીને મંત્રી મંડળમાં કચ્છને સમાવીને કચ્છને ન્યાય મળશે તેવાસુર સાંભળવા મડ્યા હતા.
કચ્છ લોકસભા બેઠક પર મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતની હેટ્રીક મારી હતી. તેઓને ૬,૫૯,૫૭૪ મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલણને ૩,૯૦,૯૨ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ૨,૬૮,૭૮૨ મતથી લીડ મેળવી સતત ત્રીજી વાર મેળવી કચ્છ લોકસભા બેઠક સર કરી હતી. ૯૧૦૧ જેટલા મતદારોએ પોસ્ટલ બેલેટથી કર્યું હતું. ૭મી મેના રોજ ૧૯,૪૩,૧૩૬ મતદારો પૈકી ૧૦,૯૫,૧૫૭ મતદારોએ મતદાન કર્યું હતું વર્ષ ૨૦૨૪ની કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં ૫૬.૧૪ ટકા મતદાન થયું હતું અને નોટામાં ૧૮૭૪૨ મત પડ્યા હતા.
વિનોદભાઇ ચાવડાએ કચ્છ મોરબીના મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જનતા જનાર્દને મારા પર જે સતત ત્રીજી વખત વિશ્વાસ રાખીને વિજય અપાવી છે તે બદલ હું મતદારોના કામો કરીને કચ્છનો વિકાસ અવિરત ચાલુ રહેશે અને લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતો રહીશ આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર નિતેષ લાલણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે ધર્મગુરુ તરીકે મને નાની વયે જે મતદાતાઓએ સહકાર આપ્યો તે બદલ મતદારોનો આભાર માનતા કચ્છ મોરબીના પ્રશ્નો બાબતે સરકાર પાસે અવાજ ઉપાડીને કાર્યોને આગળ વધારવા જનતાની સાથે ઉભા રહેવા અને પ્રજાનો અવાજ બનવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નિતેષ લાલણ જણાવ્યું હતું કે મતદાતાઓએ કરેલો નિર્ણય મને સ્વીકાર છે તેમ કહીને પોતાની હાર સ્વીકારી હતી.
મોરબીથી ખાવડા વિનોદ ચાવડા સૂત્ર ચૂંટણી દરમિયાન આપવામાં આવ્યું હતું. જેને ન્યાય આપવા કચ્છ મોરબીના યુવા સાંસદને ભવ્ય વિજય અપાવવા મતદારોએ યથાર્થ પુરવાર કર્યો હતો. દશ વર્ષ દરમિયાન લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી સાંસદ સભાને ગજાવનાર વિનોદ ચાવડાએ અવાજ ઉઠાવીને કેન્દ્રીય મંત્રી મંડળમાં પણ નામના મેળવી છે. કપરા સમયમાં અડગ રહીને નિર્વિવાદી સાંસદ તરીકે સ્થાન મેળવનાર વિનોદ ચાવડાએ સતત ત્રીજી વખત કચ્છ મોરબીના મતદાતાઓએ સાંસદ ભવન દિલ્હી મોકલ્યા છે. ત્યારે હવે કચ્છના લોકો કચ્છને કેન્દ્રમાં મંત્રી તરીકે સ્થાન આપી કચ્છને યોગ્ય ન્યાય મળે તેવી આશાઓ વ્યક્ત કરી છે. જનતાએ કચ્છના વિકાસને અને વિનોદ ચાવડાની કાર્યપદ્ધતિને ધ્યાને રાખીને ભવ્ય વિજય અપાવ્યો છે. વિનોદભાઈ કચ્છ મોરબીના પ્રાણપ્રશ્ર્નોને વાચા આપવાનો આપેલો કોલ યાદ રાખીને શપથ ગ્રહણ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
«
Prev
1
/
76
Next
»
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ
22 કલાક વીત્યા છતાં મોરબી પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનના મૃતદેહ ન મળતા પરિવારજનોમાં આક્રોશ,
«
Prev
1
/
76
Next
»
KUTCH BUREAUJune 4, 2024Last Updated: June 21, 2024