ડેમનાં બાંધને તોડવા માટે બ્લાસ્ટની જરૂર નથી,એક નાનું અમથું કાણું પણ ડેમના બાંધ ને તોડી નાખે છે.
વાંકાનેર:pgvcl રૂરલ-૧ ની કચેરીએ થોડા દિવસોમાં ખૂબ ચર્ચાએ ચડી છે. pgvcl રૂરલ -૧ નું પાપ હવે છાપરે ચડીને પોકારે છે. pgvcl રૂરલ -૧ ની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. થોડા વરસાદી છાંટા આવતા જ લાઈટ ગુલ થઈ જાય છે. ધમધડા વગરના pgvcl કચેરીનો આ વહીવટ વીજ ગ્રાહકો માટે મુસીબત બની ગયો છે.
ત્યારે આજરોજ બપોરના સમયે ચંદ્રપુર ગામના લોકો pgvcl કચેરીનો ઘેરાવ કરી લોકશાહી ઢબે રજુવાત કરવા વાંકાનેર pgvcl રૂરલ-૧ ની કચેરીમાં પોહચ્યાં હતા.રૂરલ-૧ ડેપ્યુટી ઈજનેર સાથે વાત ચીત કરતા ગામ લોકોએ જણાવ્યું હતું કે લાઈટના પ્રશ્નોનો ઉકેલ સત્વરે લાવવામાં નહિ આવે તો હવે રજુવાત કરવા નહિ પરંતુ આખા તાલુકાની લાઈટ બન્ધ કરાવી આંદોલન ઉપર ઉતરી જશું.
Pgvcl કચેરી રૂરલ-૧ માં હાલના સમયે ખૂબ ફરિયાદો ઉઠવા પામી છે. pgvcl કચેરીનાં અમુક અધિકારીઓ હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતા ન હોઈ રોજ અપડાઉન કરતા હોવાથી પણ સરકારી વહીવટ ખોરંભે ચડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સમસ્ય મામલે ચંદ્રપુર ગામના આગેવાન જલાભાઈ શેરસીયા એ મોરબી અધિક્ષક ઈજનેર સાથે વાત કરી હતી અને સત્વરે લાઈટનો પ્રશ્ન ઉકેલવામાં આવે એવી રજુવાત કરતા મોરબી અધિક્ષક ઈજનેર સાહેબ ખૂબ પોઝિટિવ જવાબ આપતા મામલો શાંત પડ્યો હતો.
વધુ જાગૃત નાગરિકો દ્વારા pgvcl કચેરીનાં સરકારી વહીવટી કામગીરી અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું કામ પણ સોસીયલ મીડિયા મારફતે ચાલતું હોય તેની પણ અસર ધીમે ધીમે દેખાય રહી છે.