GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં આકાશી વીજળીથી અવસાન પામેલ મૃતકના પત્નીને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ૪ લાખની સહાય અર્પણ કરાઈ

 

MORBI:મોરબીમાં આકાશી વીજળીથી અવસાન પામેલ મૃતકના પત્નીને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ૪ લાખની સહાય અર્પણ કરાઈ

 

 

મોરબીમાં તાજેતરમાં આકાશી વીજળી પડવાથી અવસાન પામેલા મુકેશભાઈના વારસદારને સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ચાર લાખની સહાય આપવામાં આવી છે.

તાજેતરમાં મોરબી તાલુકાના સોખડા ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સોખડા ગામના શ્રી મુકેશભાઈ નરભેરમ સુરેલાનું દુઃખદ અવસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન હેઠળ તેમના વારસદારને સહાયરૂપ બનવાના ભાગરૂપે મુકેશભાઈ સુરેલાના પત્નીશ્રી ચંદ્રિકાબેન મુકેશભાઈ સુરેલાને મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પીઠાભાઈ ડાંગર દ્વારા રૂ. ૪ લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!