હાલોલ:ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત હાલોલ ખાતે તમામ વયજૂથના ભાઈઓની જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧.૨૦૨૫
ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કે અન્ય વિસ્તારોમાં રહેતા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે અને તેઓ તાલુકાકક્ષાએથી ખેલકુદમાં આગળ વધે અને જિલ્લા, રાજ્ય કક્ષાએ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લે છે.જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.૦ માં પંચમહાલ જિલ્લાના તમામ વયજૂથના ભાઈઓ માટે જિલ્લાકક્ષાની કુસ્તી સ્પર્ધા હાલોલમાં આવેલી વી.એમ.સ્કુલ, હાલોલ ખાતે યોજાઇ હતી.ખેલ મહાકુંભ 3.0 અન્વયે યોજાયેલ આ સ્પર્ધા દરમિયાન શાળાના આચાર્ય, રમતના કન્વીનર સુનીલ રાઠોડ અને જિલ્લાના વિવિધ તાલુકામાંથી આવેલા કુસ્તીના તમામ વયજૂથના ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાની તમામ વયજૂથની બહેનો માટે જિલ્લાકક્ષાની કુસ્તીની સ્પર્ધા તા.૧૬ જાન્યુઆરીના રોજ વી.એમ.હાઇસ્કુલ, હાલોલ ખાતે યોજાશે.