GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રંગપર બેલા નજીકથી બોલેરોમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો:ચાલક ફરાર

MORBI:મોરબી રંગપર બેલા નજીકથી બોલેરોમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો:ચાલક ફરાર

 

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે રંગપર (બેલા) ગામની સીમમાં મોટી કાર્યવાહી કરીને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક બોલેરો પીકઅપ ગાડીમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.



​મોરબી તાલુકા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની બોલેરો પીકઅપ (નંબર: GJ 03 AZ 8667) ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ભરીને મોરબીથી જેતપર તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે રંગપર (બેલા) ગામ નજીક કાચા રસ્તે વોચ ગોઠવી હતી.

​પોલીસે શંકાસ્પદ બોલેરોને આંતરીને તેની તલાશી લેતા અંદરથી મોટી માત્રામાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:દેશી દારૂ: ૧૦૦૦ લીટર (કિંમત અંદાજે રૂ.૨,૦૦,૦૦૦) બોલેરો પીકઅપ: (કિંમત અંદાજે રૂ.૩,૦૦,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ ૫,૦૦,૦૦૦ પોલીસના દરોડા દરમિયાન બોલેરોનો ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!