GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ધરમપુર રોડ પર ૧૧૨ પીસીઆર વાને કાર અને રિક્ષાને હડફેટે લીધા, અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત

MORBI:મોરબીના ધરમપુર રોડ પર ૧૧૨ પીસીઆર વાને કાર અને રિક્ષાને હડફેટે લીધા, અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત

 

 

રિક્ષામાં સવાર પાંચ મુસાફરો અને વાન ચાલકને હોસ્પિટલ ખસેડાયા: વાન ચાલક નશાની હાલતમાં હતો‌ ભાગવા‌ જતો‌ હતો અમે પકડી રાખી પોલીસને બોલાવી: સ્થાનિકો

મોરબીના ધરમપુર રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લોકોની સુરક્ષા માટે તૈનાત રહેતી ‘૧૧૨’ ઈમરજન્સી પીસીઆર વાને એક કાર અને રિક્ષાને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓ સહિત કુલ ૬ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ધરમપુર રોડ પરથી પસાર થઈ રહેલી ૧૧૨ નંબરની પોલીસ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર જઈ રહેલી એક કાર અને રિક્ષાને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં સવાર મુસાફરો ફંગોળાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.૧૧૨ પીસીઆર વાનનો ચાલક નશાની હાલતમાં હતો. વાન ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો જોકે,અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!