MORBI:મોરબીના ઘૂટું પાસે (રામનગરી) રહેણાંક મકાનમાં તસ્કરોના ઘામાં ૧.૧૯ લાખની મુદામાલની ચોરી

MORBI:મોરબીના ઘૂટું પાસે (રામનગરી) રહેણાંક મકાનમાં તસ્કરોના ઘામાં ૧.૧૯ લાખની મુદામાલની ચોરી
મોરબીના ઘૂટું પાસે આવેલ રામનગરી સોસાયટીમાં રહેતા વૃધ્ધાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત ૧.૧૯ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના ઘૂટું ગામે રામનગરી સોસાયટીમાં રહેતા ડાહીબેન માવજીભાઈ વાળા (ઉ.વ.૬૫) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૧૨ ના રાત્રીના ૧૨ વાગ્યાથી બીજા દિવસે સવારે ૯ વાગ્યા દરમીયાન ચોર ઇસમોએ મકાનના હોલનો દરવાજાનો નકુચો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો રસોડાના સ્ટોરમાં રાખેલ તિજોરીમાં ફરિયાદીના સોના ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂ ૧,૧૯,૪૮૫ નો મુદામાલ ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે






