AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

વિશ્વ મહિલા દિન નિમિત્તે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા નમો શક્તિ વેબિનારનું આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા નમો શક્તિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા અને શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલ સિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલ સિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અને અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.

ડીપીએસ બોપલ ખાતે આયોજિત ઉજવણીમાં સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતાએ મહિલા સશક્તિકરણ પર પોતાનો વિખરાટ પ્રગટાવ્યો અને વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સની ક્વિક ટેકનિક શીખવીને આત્મરક્ષાનું મહત્વ સમજાવ્યું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૃપાબહેન જ્હાએ શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લઈ બાળિકાઓને વિશ્વ મહિલા દિનનું મહત્વ સમજાવ્યું અને તેમની પ્રગતિ માટે પ્રોત્સાહન આપ્યું.

નમો શક્તિ વેબિનારમાં 350 જેટલી વિદ્યાર્થિનીઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી, જ્યારે 25000થી વધુ વિદ્યાર્થિનીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમનો લાભ લીધો.

કાર્યક્રમમાં શિક્ષિકાઓ, શાળાઓના પ્રતિનિધિઓ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ સમિતિના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉજવણી દ્વારા મહિલા સશક્તિકરણને વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!