DAHODGUJARAT

દાહોદ તાલુકાની ખરેડી પ્રાથમિક શાળા માં હેલ્થ કેમ્પ યોજાયો

તા.૨૧.૦૭.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાની ખરેડી પ્રાથમિક શાળા માં હેલ્થ કેમ્પ યોજાયો

આજરોજ તા.૨૦.૦૭.૨૦૨૪ ના રોજ જિલ્લા ક્ષય અને HIV અધિકારી શ્રી ડૉ. આર. ડી. પહાડિયા ના માર્ગદર્શન હેઠળ ” વર્લ્ડ હિપેટાઈટીસ દિવસ ” ઉજવણીના ભાગ રૂપે ખરેડી પ્રાથમિક શાળામાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ આ કેમ્પ માં ઝાયડસ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ ના ડોક્ટર્સ તથા ICTC ના કાઉન્સેલર તથા ગામના લોકો હાજર રહ્યા હતા

આજરોજ આ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલ ના સી ઑ દ્વારા હેલ્થ કેમ્પના મુખ્ય ઉદ્દેશ્ય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ HI V TB- હિપેટાઈટીસ B-C વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ICTC કાઉન્સેલર દ્વાર IEC કરી HI V/ટીબી/હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી હાલમાં ચાલી રહેલા ચાંદીપુરમ વાઇરસ વિશે ગ્રામ જનો ને માહિતગાર કરવામાં આવ્યા અને જરૂરી સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો આ હેલ્થ કેમ્પ ની અંદર બહોળી સંખ્યા માં લોકોએ લાભ લીધો

Back to top button
error: Content is protected !!