GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપાને બજેટ સંદર્ભે 149 શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ સૂચનો મોકલ્યા :બજેટ સંદર્ભે 52 જેટલા સૂચનો માત્ર શહેરના જાહેર માર્ગો અને બ્રિજને લગત મળ્યા

 

MORBI:મોરબી મનપાને બજેટ સંદર્ભે 149 શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ સૂચનો મોકલ્યા :બજેટ સંદર્ભે 52 જેટલા સૂચનો માત્ર શહેરના જાહેર માર્ગો અને બ્રિજને લગત મળ્યા

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27ના બજેટના સંદર્ભમાં નાગરિકો પાસેથી તા. 20-12-25 થી 26-01-26 સુધી વેબ સાઇટ પર સૂચનો મેળવવામાં આવ્યા હતા, જે અંતર્ગત મોરબી શહેરના કુલ 149 પ્રબુધ નાગરિકો એ મનપાની વેબ સાઇટ અને કયુઆર કોડ સ્કેન કરી સૂચનો મોકલ્યા હતા. જેમાં લાયબ્રેરી, હેલ્થ, ગાર્ડન, વોટર સપ્લાય, રોડ, બ્રિજ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સહિતના શહેરને વિકાસલક્ષી બનાવવાના સૂચનો મોરબી મનપાને એપ્લિકેશન દ્વારા મળ્યા છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026ના બજેટને અનુલક્ષીને મોરબી શહેરમાં વસવાટ કરતાં નાગરિકો પાસેથી વેબ સાઇટ દ્વારા સૂચનો મેળવવામાં આવ્યા હતા, જેમાં કુલ 149 નગરિકોનો વેબ સાઇટ મારફત જુદી જુદી શાખા ને લગત સૂચનો મોકલ્યા હતા, જે અંતર્ગત જાહેર માર્ગો અને બ્રિજ સંદર્ભે 52 જેટલા આગામી બજેટલક્ષી સૂચનો મળ્યા છે. આ સમગ્ર પક્રિયામાં મોરબી મનપાને શહેરી જનોનો સારો પ્રતિસાદ મળ્યો છે તેમ કહી શકાય છે. મોરબી મહાનગર પાલિકાની વિવિધ શાખાઓ જેમાં ગાર્ડન, લાયબ્રેરી, ઇલેક્ટ્રિક, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, ડ્રેનેજ, વોટર વર્કસ, હેલ્થ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સીટી એન્ડ બ્યુટીફીકેશન, લગત સહિતની વિવિધ શાખાને લગત સૂચનો મળ્યા છે, જે અંતર્ગત આગામી સમયમાં મોરબી મનપા દ્વારા વર્ષ 2026-27ના બજેટ માં યોગ્યતા મુજબ શહેરના વિકાસને લગત કામગીરીનો સમાવેશ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત વર્ષ 2025-26ના બજેટ માં જે કામગીરી આવરી લેવામાં આવી છે તેની પણ અહીં ટૂંક માં વિગતો રજૂ કરેલ છે નવલખી વેજીટેબલ આઇકોનીક રોડની ડડ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, નાની કેનાલ રોડનું કામ પ્રગતિ હેઠળ છે. ઉમિયા સર્કલ થી નવાબ્રિજની કામગીરી નો રૂ. 75 કરોડના ખર્ચે અધતન બ્રિજની કામગીરીનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. રૂ.50 કરોડના ખર્ચે પાનેલી જળાશયના નવીની કરણનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાને તેમના જુદા જુદા વિભાગો માટે સ્ટોરેજ માટે નંદીઘર પાસે સ્ટોર બીલ્ડીંગ, એન્જિનયરિંગ સ્ટોર બીલ્ડીંગ તથા વર્કશોપ બીલ્ડીંગનો વર્કઓર્ડર આપવામાં આવતા આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.

શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરના બાગ-બગીચા હરિયાળા અને સ્વછ રહે તે માટે મોરબી મહાનગરપાલિકા સંચાલિત જૂના ગાર્ડન સૂરજબાગ, કેસરબાગ અને શંકર આશ્રમ ખાતે રિનોવેશન નો વર્કઓર્ડર આપવામાં આવ્યો છે આ તમામ ગાર્ડનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, તેમજ સૂરજબાગ ખાતે આધુનિક-મોર્ડન લાયબ્રેરીના બીલ્ડીંગની કામગીરી પ્રગતિ હેઠળ છે.

શહેર માં કોઈ પણ સમયે અઘટિત બનાવ બને તો તુરંત કાર્યવાહી થઈ શકે તે માટે મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાને સુસજ્જ બનવવા માટે રૂ.18 કરોડના ખર્ચે ફાયરશાખા માટે નવા સાધનોની ખરીદી અંગેનો વર્કઓર્ડર આપવામાં આવ્યો છે. મોરબીના નાગરિકોને પાણી વિતરણ નિયમિત મળી રહે તે હેતુ થી લીલાપર ચોકડી થી દલવાડી સર્કલ સુધી સિંચાઇની મુખ્ય કેનાલ પર કેનાલ કંડયુટના કામનો વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.

મોરબી મનપા સંચાલિત કોમ્યુનીટીહોલના રિનોવેશન માટે અને બજરંગ અખાડા પાસે વ્યાયામ શાળાના આધુનિકીકરણના કામનો વર્ક ઓર્ડર આપી આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનોને આરોગ્યની સવલતો મળી રહે તે માટે વાંકાનેર દરવાજા, સો-ઓરડી, જૂથનો ડેલો, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં યુ.એચ.સી. સેન્ટરના બીલ્ડીંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મોરબી મનપા દ્વારા હાલ શહેરને આધુનિક બનાવવા માટે વિવધ વિકાસ કર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉપરાંત મોરબી મહાનગરપાલિકાદ્વારા શહેરીજનોની સુખાકારી જળવાય રહે તે માટે વિવિધ વિકાસલક્ષી કર્યોની યાદી તૈયાર કરી આગામી બજેટ વર્ષ 2026-27 માં સમાવેશ કરવામાં આવનાર છે. આ ઉપરાંત શહેરમાં કેનાલ અને ગટરની પણ સાફ સફાઇ યોગ્ય રીતે જળવાય રહે તે માટે ડ્રેનેજ વિભાગની ફરિયાદનો ત્વરિત નિકાલ થાય તે માટે એજન્સીની નિમણૂક થયેલ છે, જેથી ફરિયાદ નિવારણની કામગીરીનો ઝડપ થી નિકાલ કરવામાં આવે છે. સમગ્ર શહેર માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થયા બાદ ની પ્રોસેસ ઝડપી બનાવવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફ્રન્ટ હો લોડર 2 નંગ અને બેક હો લોડર 2 નંગ અને વ્હીલબેરો (ટ્રોલી) 300 નંગની ખરીદી મોરબી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!