MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ઉમા હોટલમાં જુગાર રમતા ૧૫ પત્તા પ્રેમીઓ ઝડપાયા
MORBI:મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ઉમા હોટલમાં જુગાર રમતા ૧૫ પત્તા પ્રેમીઓ ઝડપાયા
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ ઉમા હોટેલમાં જુગાર ધામ ધમધમતું હોય જ્યાં એલસીબી ટીમે રેડ કરી બે અલગ અલગ રૂમમાં જુગાર રમતા ૧૫ જુગારીને ઝડપી લઈને ૪.૦૮ લાખની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ બાતમીના આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા હોટલમાં રેડ કરવામાં આવતા ત્યાં બે રૂમની અંદર જુગાર રમવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે જુગાર રમી રહેલા કિશન જયંતી સેરસિયા રહે.હનુમંત એપાર્ટમેન્ટ ધાયડી વિસ્તાર મહેન્દ્રનગર, સવજી મોહન સરડવા રહે.ઉમા રેસીડેન્સી મહેન્દ્રનગર, અક્ષય રણછોડ અઘારા રહે.લક્ષ્મી ટાવર રોયલ પાર્ક, અમૃતલાલ ભગવાનજી વિરમગામા રહે.હરિકુંજ એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ચંદ્રેશ ભગવાનજી લોરીયા રહે.હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, ભાવેશ ગોવિંદ પાંચોટિયા રહે.પાવન પાર્ક શેરી નંબર-૧, જીતેન્દ્ર કાનજી થોરીયા રહે.મહેન્દ્રનગર, ભરત વિઠ્ઠલ સંઘાણી રહે.સિદ્ધિવિનાયક ટાઉનશિપ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર, હસમુખ દેવજી દસાડિયા રહે.સિદ્ધિ વિનાયક ટાઉનશીપ રિદ્ધિ પેલેસ મહેન્દ્રનગર, શૈલેષ લાલજી ગોઠી રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ, વિશાલ ડાયાલાલ બાપોદરીયા ( રહે.તિરૂપતિ હાઇટ સોમનાથ પાર્ક, જયેશ પસાભાઈ ભટાસણા રહે.સિદ્ધિ વિનાયક સોસાયટી નિધિ એપાર્ટમેન્ટ, અભય બાલાશંકર દવે રહે.નવી પીપળી તા.મોરબી, વિરેન્દ્ર હરજીવન વરસડા રહે. ક્રાંતિજ્યોત પાર્ક મહેન્દ્રનગર અને ફેનીલ કિરીટ ભુત રહે.બિલવા ટ્રેડ શિવ કોર્પોરેશન ઓફિસ પાસે મૂળ રહે.ગોંડલ ચોકડી કલ્પવન સોસાયટી રાજકોટ વાળાઓ ઉમા હોટલના રૂમમાં જુગાર રમી રહ્યા હોય તેઓની રોકડા રૂપિયા ૪,૦૮,૦૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.જોકે રોકડ રકમ જ પોલીસ દ્વારા જપ્ત કરવામાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે