જગાણા ગામે સેના ફૌજી જવાનનો સન્માન સમારોહ યોજાયો.
16 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જગાણાના પનોતા પુત્ર કૌશલ બાબુભાઈ ઠાકોર સી.આર.પી.એફ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા ત્યારે જગાણા આવ્યા ત્યારે ફોજી જવાનનું ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન ગામ ખાતે ભવ્ય ડિજે સાઉન્ડના સથવારે ધામધૂમથી કરવામાં આવ્યું હતું ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ઠાકોર કૌશલ બાબુજી ગામ સહિત સમગ્ર પાલનપુર તાલુકા નું ગૌરવ વધાર્યું છે તેઓ અમેઠી ઉત્તર પ્રદેશ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરીને વતનમાં પરત આવ્યા અને એમનું પોસ્ટીંગ જમ્મુ કાશ્મીર ખાતે થયું છે ત્યારે તેમના સ્વાગત અને સત્કાર યાત્રામાં હજારોની મેદની ગામ ખાતે ઉમટી પડી હતી જગાણા હાઈવે થી જગાણા ગામ સુધી ચકાજામ વિશાળ બાઈક રેલી વીર સપૂતનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કુમકુમ તિલક કરી બધી જગ્યાએ રસ્તાઓમાં દબદબાભેર ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી સાલ ઓઢાડી ડીજેના તાલે દેશ સેવામાં સમર્પિત કૌશલનું ભવ્ય સન્માન કરાયું હતું ગુરૂમહારાજના મંદિર ખાતે પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રામજનો, યુવા મિત્રો, અગ્રણીઓ,સ્નેહીજનો અને પૂર્વ સૈનિકો દ્વારા સેના ફોજી જવાનનું સન્માન કરવામાં આવ્યુ હતું ગુરુ મહારાજના મંદિરથી દેશભક્તિના ગીતો અને ભારત માતાના જય ઘોષ સાથે યુવાનો મિત્રો દ્વારા કાલકા માતાના મંદિરે અને ફોજીના ઘર સુધી બાઈક રેલી નીકળી હતી આ રેલી દરમ્યાન ઠેર ઠેર વેપારીઓ, અગ્રણીઓ દ્વારા CRPF જવાનને ફૂલહાર, શાલ, ભેટ, સોગાદો આપી ગ્રામજનો અને સ્નેહીજનો દ્વારા ગુરુ મહારાજના મંદિરે અને કાળકા માતાના મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કૌશલે ગ્રામજનો નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો જવાનનું ગ્રામજનો દ્વારા સન્માન કરવાથી અન્યની પણ સેનામાં જોડાવાની પ્રેરણા મળશે આ પ્રસંગે જગાણા સરપંચ, ડે.સરપંચ, લક્ષ્મીબેન કરેણ, મોતીભાઈ જુઆ, રતીભાઇ લોહ, ચંદનગીરી પુજારી, ભેમજીભાઇ ચૌધરી, દિલીપભાઈ કરેણ,ગામના અગ્રણીઓ તેમજ ઠાકોર સમાજના આગ્રણીઓ,સ્નેહીજનો સેનાના નિવૃત્ત ફોજી જવાનના સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અંતે સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.




