MORBI:મોરબીમાં હસમુખ વામજા આયોજીત પ્રજાપતિ સમાજનું સત્તરમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો!

MORBI:મોરબીમાં હસમુખ વામજા આયોજીત પ્રજાપતિ સમાજનું સત્તરમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં છેલ્લા ૨૦-૨૨ વર્ષથી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક પ્રવૃત્તિઓ કરતા પ્રજાપતિ સમાજના હસમુખભાઈ વામજા દર વર્ષે પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ સહિત દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે તે મુજબ આ વર્ષે મોરબીમાં સોઓરડી ખાતે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ નો ૧૭ મો વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના વડીલો, માતાઓ અને મહિલાઓ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પ્રજાપતિ સમાજના ડોક્ટરો બનેલા હોય તે દરેક નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે યુવાની વયથી જ મિત્ર રહેલા અને પત્રકાર એકતા સમિતિ ગુજરાત નાં વડપણ હેઠળ મોરબી જિલ્લા ના પ્રમુખ બન્યા છે તે શ્રીકાંત પટેલનું શીલ્ડ આપીને અદકેરું સન્માન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી તેમના સુખદુઃખના સાથી રહ્યાં છે. આ સમારોહ માં એક બાળાએ તલવાર રાસ રજૂ કર્યો હતો. તેમજ આ સમારોહમાં અન્ય સમાજના આગેવાનો પુષ્પરાજસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા, સુરેશ ભાઈ શીરોહિયા હાજર રહ્યા હતા તેમના હસ્તે પણ બાળકોને પ્રખ્યાત શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.






