GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બાકી મિલકતવેરા ભરવા માટે છેલ્લો દિવસ બાકી: ત્યારબાદ ૧૮% વ્યાજ વસૂલવામાં આવશે.

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ ના બાકી મિલકતવેરા ભરવા માટે છેલ્લો દિવસ બાકી: ત્યારબાદ ૧૮% વ્યાજ વસૂલવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાના તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના પ્રોપર્ટી ટેક્સ (મિલકતવેરા) ભરપાઈ કરવા માટે હવે માત્ર 1 દિવસ બાકી છે. જે નાગરિકોએ હજુ સુધી પોતાનો વેરો જમા કરાવ્યો નથી, તેઓને આ સમયગાળામાં વેરો જલ્દીથી ભરી દેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.
નાગરિકો મિલકતવેરો મહાનગરપાલિકાના નક્કી કરેલા મહાનગરપાલિકાની મુખ્ય ઓફીસ તથા કલસ્ટર ઓફીસમાંથી અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ભરી શકશે. ૩૧/૦૩/૨૦૨૬ સુધી રજાના દિવસોમાં પણ ટેકસ ભરપાઈ કરી શકશો. છેલ્લી ઘડીએ થતી ભીડથી બચવા અને વ્યાજની પેનલ્ટી ટાળવા આજે જ આપનો ટેક્સ ભરી દેવા નમ્ર વિનંતી છે.










