GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની ૬૪૯મી જન્મજયંતી ભવ્ય ઉજવણી કરાઈ

 

MORBI:મોરબીમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની ૬૪૯મી જન્મજયંતી ભવ્ય ઉજવણી કરાઈ

 

મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની ૬૪૯મી જન્મજયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર, વિજયનગર તથા શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું હતું, જે મોરબી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતી રોહીદાસ પરામાં આવેલ સંત રોહીદાસ બાપુજીના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ સંત રોહીદાસ બાપુના દર્શન કર્યા હતા. કાર્યક્રમના અંતે વિસ્તારના રહીશો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!