MORBI:પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પીડિત પત્નીને વહારે આવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મોરબી

MORBI:પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પીડિત પત્નીને વહારે આવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મોરબી
181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠા છે અને રડતી હાલતમાં છે તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે
માહિતી મળતાની સાથે જ 181 અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાયલોટ મહેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચેલ ત્યાં હાજર સજ્જન વ્યક્તિએ જણાવેલ કે આ પીડિત મહિલા ઘણા સમયથી એકલા બેઠા હતા અને સતત રડી રહી હતી 181 ટીમે સૌ પ્રથમ પીડીતાને સાંત્વના આપી વિશ્વાસમાં લઈને સરળ અને સંવેદનશીલ રીતે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ પીડિતા એ જણાવેલ કે પતિ સાથે થયેલા ઝઘડાના કારણે તેમના પતિએ તેમને રસ્તામાં એકલા મૂકી જતા રહેલ ત્યારબાદ પીડીત મહિલાના જણાવ્યા મુજબના સરનામે પહોંચી તેમના પતિને મળેલ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે પત્ની નાની-નાની બાબતોમાં ઝઘડો કરતી હોવાના કારણે મતભેદ થતા હતા ત્યારબાદ 181 અભયમ ટીમ દ્વારા પતિ પત્ની બંનેને સમજાવી સલાહ સુચન માર્ગદર્શન તથા કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા તેમજ પત્નીનું યોગ્ય ધ્યાન રાખવા માટે પતિને સમજાવેલ અને પીડિત મહિલાને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા માટે જણાવેલ આમ 181 અભયમ ટીમે પીડિત મહિલાનું તેના પતિ સાથે સુખદ મિલન કરાવેલ પીડિત મહિલાના પતિએ તેમના પત્નીને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરે









