GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા મતદાન જાગૃતિ અંગેના ૨૦૦ સ્ટેમ્પનું વિતરણ કરાયું

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા મતદાન જાગૃતિ અંગેના ૨૦૦ સ્ટેમ્પનું વિતરણ કરાય

મોરબીમાં શાંતિ ક્લિનિક અને જીવનદીપ હોસ્પિટલના કેસ પેપરમાં મતદાન જાગૃતિ

મતદાન જાગૃતિ માટે પ્રયાસ; વિવિધ હોસ્પિટલ્સ દ્વારા સ્ટેમ્પ લગાવી મતદાન માટે લોકોને પ્રેરિત કરતો સંદેશ

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો મતદાન કરવા પ્રતિબધ્ધ બને અને લોકશાહીમાં મતદાનનું શું મહત્વ છે તે સમજે તે માટે કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રની સાથે મોરબી જિલ્લામાં વિવિધ એસોસિએશન દ્વારા પણ પ્રયાસો હાથ ધરવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મતદાન જાગૃતિના આ કાર્યમાં વિવિધ ડોક્ટર્સ પણ જોડાયા છે.

મોરબીની શાંતિ ક્લિનિકમાં કેસ પેપરની અંદર ‘મારો હક – મારો મત – મારી ફરજ, ૧૦૦ ટકા મતદાન’ એવો સ્ટેમ્પ મારી લોકોને મતદાન અવશ્ય કરવા પ્રેરણા આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાંતિ ક્લિનિકના ડોક્ટર પ્રવીણ બરાસરા એ જણાવ્યું હતું કે, અમારી ક્લિનિકમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મતદાન કરવા પ્રેરિત થાય અને અવશ્ય મતદાન કરે તે માટે દરેક દર્દીના કેસ પેપર ઉપર મતદાન જાગૃતિ અંગે સ્ટેમ્પ લગાડવામાં આવી રહ્યો છે.

મોરબીની જીવનદીપ હોસ્પિટલ દ્વારા પણ ‘રાષ્ટ્રીય હિત માટે અચૂક મતદાન કરશો’ અને કરાવશો એ પ્રકારનો સિક્કો દરેક દર્દીના કેસ પેપર ઉપર લગાવવામાં આવી રહ્યો છે. આ બાબતે જીવનદીપ હોસ્પિટલના ડોક્ટર અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચના પૂર્વ પ્રેસિડેન્ટશ્રી વિજય ગઢીયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા વર્ષ ૨૦૧૪ થી મતદાન જાગૃતિ અંગે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. દર ચૂંટણી વખતે મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસોની સાથે એસોસિએશન સાથે જોડાયેલા ડોક્ટર્સને મતદાન જાગૃતિ અંગેના સ્ટેમ્પ બનાવી વિતરણ કરવામાં આવે છે. હાલ લોકસભાની ચૂંટણી અન્વયે એસોસિએશન દ્વારા ડોક્ટર્સને ૨૦૦ જેટલા સ્ટેમ્પનું વિતરણ કરવામાં આવ્યું છે. ડોક્ટર્સ દ્વારા દરેક દર્દીઓના કેસપેપર ઉપર મતદાન જાગૃતિ અંગેના સ્ટેમ્પ લગાડવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા મતદાન જાગૃતિ માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અન્વયે મતદાન જાગૃતિ માટે અગાઉ એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા તેમજ સમગ્ર તંત્ર સાથે જિલ્લામાં વિવિધ વેપારી એસોસિએશન દ્વારા મતદાનની ટકાવારી વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા પણ મોરબી વાસીઓને વધુને વધુ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!