
તા.૨૯.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકાના પીપલિયા પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપલીયા ગામ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પીપલીયા પ્રાથમિક શાળામાં વિધાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં વાહકજન્ય રોગ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં ડેન્ગ્યું તેમજ મેલેરીયાના લક્ષણો, મેલેરીયાથી બચવાના ઉપાય, નિદાન અને સારવાર વિષે પણ જાણકારી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્યે સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે ઉપરાંત જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જેવી આરોગ્ય સંબંધિત અગત્યની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી




