GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શહેરમાં જુગારની મોસમ પૂરબહારમાં અલંગ અલગ ૬ દરોડામાં મહિલા સહિત ૨૪ ઝડપાયા

 

MORBI:મોરબી શહેરમાં જુગારની મોસમ પૂરબહારમાં અલંગ અલગ ૬ દરોડામાં મહિલા સહિત ૨૪ ઝડપાયા

 

 

(1)મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પંચાસર રોડ ઉપર મયુરડેરીથી આગળ વોકળાના કાઠે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવણઘભાઇ વેલાભાઇ ટોયટા, બાલુભાઇ ઉર્ફે ભલાભાઇ રેવાભાઇ ખીટ, દેવાભાઇ ખોડાભાઇ સેવર, ભીમાભાઇ ભુરાભાઇ ઝાપડા અને દેવાભાઇ દુદાભાઇ ગોલતરને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,500 સાથે ઝડપી લીધા હતા.

(2)મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જોન્સનગરમાં દરોડો પાડી આરોપી એજાજ ઉર્ફે વનસાઈડ નુરમામદભાઈ જામ, રેહાનભાઈ સાઉદીનભાઈ કટીયા, હશીનાબેન અબ્દુલભાઈ પઠાણ, હનીફાબેન સઈદુભાઈ જેડા અને કુસુમબેન ધનજીભાઈ જીવાભાઈને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.


(3) મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી કેવલભાઇ અનીલભાઇ પુજારા, શકિતભાઇ ભુપતભાઇ ધામેચા, નિલેશભાઇ અરૂણભાઇ વરાણીયા, તરૂણભાઇ ટહેલરામ બાલવાણી, નીખીલસિંહ મહેન્દ્રપાલસિંહ સેંગર અને મીલનભાઇ છગનભાઇ વેસરાને રોકડા રૂપિયા 10,320 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

(4)આ ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે ચોથા દરોડામાં ત્રાજપર ખારી રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અલ્પેશભાઇ સામજીભાઇ વરાણીયા અને લખમણભાઇ સોમાભાઇ મકવાણાને રોકડા રૂપિયા 1270 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ

(5)પાંચમા દરોડામાં ત્રાજપર ખારી સ્કુલ પાસેથી આરોપી અશોકભાઇ ભીખાભાઇ ઉચાણા અને જીજ્ઞાબેન રમેશભાઇ સાતોલાને રોકડા રૂપિયા 1120 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

( ૬) દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી ફાટક પાસે, લાયન્સનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શર્મિષ્ઠાબેન ગીરધરભાઇ પટેલ, જસ્સીબેન વલ્લભભાઇ બાબરીયા, મીનાબેન મહેશભાઇ ખીટ અને નીતાબેન શીવજીભાઇ સરવૈયાને જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,020 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!