GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ “કેસરબાગ”નું ૨૫% કામ પૂર્ણ: આધુનિક સુવિધાઓ સાથે આકાર પામશે નવું નજરાણું

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ “કેસરબાગ”નું ૨૫% કામ પૂર્ણ: આધુનિક સુવિધાઓ સાથે આકાર પામશે નવું નજરાણું

મોરબી શહેરના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “કેસરબાગ” સ્માર્ટ પાર્કની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું ૨૫% જેટલું ભૌતિક કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

 



આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે અહીં નાગરિકોની વહીવટી સરળતા માટે ‘વોર્ડ ઓફિસ’ અને સ્વાસ્થ્ય તેમજ મનોરંજન માટે ‘આધુનિક બગીચા’નું નિર્માણ એકસાથે કરવામાં આવી રહ્યું છે.​ઈન્ફ્રાસ્ટ્રક્ચર: નવી કમ્પાઉન્ડ વોલ, સુરક્ષા કેબિન અને મુખ્ય સ્ટ્રક્ચરલ ફ્રેમવર્કનું કામ પૂર્ણતાના આરે છે.
​ગ્રાઉન્ડ લેવલિંગ: વોક-વે અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમ માટેનું માર્કિંગ અને લેવલિંગ કામ પૂરું થઈ ગયું છે.ગ્રીનરી: બગીચામાં હરિયાળી જાળવી રાખવા માટે ડ્રિપ ઈરિગેશન અને સ્પ્રિંકલર સિસ્ટમની પાઈપલાઈન નાખવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.આગામી તબક્કામાં અહીં યોગા એરિયાનું ફ્લોરિંગ, બાળકો માટે પ્લે-ગાર્ડન ઇક્વિપમેન્ટ્સ, મેટલ બેન્ચીસ અને આકર્ષક પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ વિવિધ સુશોભિત વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!