GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ૨૫૨ ચપલા ઝડપાયા

 

MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ૨૫૨ ચપલા ઝડપાયા

 

આરોપીના મકાનમાંથી વિદેશી દારૂના 252 ચપલા મળી આવ્યા; આરોપી ફરાર જાહેર શહેરના શાંત ગણાતા વિસ્તારોમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા તત્વો સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે લાલ આંખ કરી છે. શનાળા રોડ પર આવેલા ગોકુળનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

​મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે શનાળા ગોકુળનગર, જોધાણીની વાડી પાસે રહેતો જગદીશ લાવજીભાઈ ચાવડા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે.
​બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રહેણાંક મકાન પર દરોડો પાડતા ત્યાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:​વિદેશી દારૂના ચપલા: 252 નંગ (કિંમત ₹30,240)
​એક્ટિવા મોટરસાયકલ: (નંબર: GJ-36-AN-8795, કિંમત ₹25,000)​મોબાઈલ ફોન: (કિંમત ₹5,000)​કુલ જપ્ત મુદ્દામાલ: ₹60,240 પોલીસના દરોડા દરમિયાન મુખ્ય આરોપી જગદીશ લાવજીભાઈ ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે કુલ ₹60,240નો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!