GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં અલગ અલગ ત્રણ સ્થળેથી વિદેશી દારૂ-બિયર સાથે ૩ ઈસમો ઝડપાયા 

 

MORBI:મોરબીમાં અલગ અલગ ત્રણ સ્થળેથી વિદેશી દારૂ-બિયર સાથે ૩ ઈસમો ઝડપાયા

 

 

 

 

 

મોરબી શહેરના પંચાસર રોડ, લાતી પ્લોટ તથા સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે એમ વિવિધ ત્રણ સ્થળેથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ત્રણ આરોપીઓને મોરબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

મોરબીના પંચાસર રોડ ઉપર સત્યમ હોલ વાળી શેરીમાંથી આરોપી અંકીતભાઇ કાનજીભાઇ અમૃતિયા ઉવ.૩૨ રહે.મોરબી પંચાસર રોડ રાજનગર મુળરહે.પંચાસર (શીવનગર) તા.મોરબી વાળાને વિદેશી દારૂ ૧૦૦ પાઇપર્સ સ્કોચ-વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૨,૫૦૦/-સાથે પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજા કેસમાં શહેરના લાતી પ્લોટ મેઈન રોડ ઉપરથી આરોપી રાહુલભાઇ ભરતભાઇ સારલા ઉવ.૨૫ રહે. નવલખી બાયપાસ રોકડીયા હનુમાન મંદિર સામે ઘુચરની વાડીમાં રહેતો યુવક માઉન્ટ-૬૦૦૦ સ્ટ્રોંગ બિયરના ત્રણ ટીન કિ.રૂ.૩૦૦/-લઈને નીકળતા તેને એ ડિવિઝન પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપીને આ બિયરના ટીન આરોપી અફઝલ કાશમભાઇ સંધવાણી રહે.જોન્સનગર વાળાએ આપ્યા હતા. જેથી પોલીસે બન્ને આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક વિદ્યુતનગર જવાના રસ્તે રોડ ઉપરથી બી ડિવિઝન પોલીસે આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા ઉવ.૩૬ રહે.વિધ્યુતનગરના ઢાર આગળ મફતીયાપરામાં સર્કીટ હાઉસ સામે મોરબી-૨ વાળાને વિદેશી દારૂની રોયલ સ્ટગની એક બોટલ કિ.રૂ.૬૭૩/- સાથે મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!