GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ‘વિકાસ વિદ્યાલય’ ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૦૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું

 

 

MORBI:મોરબીની ‘વિકાસ વિદ્યાલય’ ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૦૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયું

 

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની નવીન યોજના હેઠળ દિવ્યાંગોને અપાયા આધુનિક સાધનો

મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગરથી કરાયેલા રાજ્યવ્યાપી શુભારંભના ભાગરૂપે મોરબી જિલ્લાના લાભાર્થીઓને સહાય વિતરીત કરાઈ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગોના સશક્તિકરણ અને સ્વાવલંબન માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની નવી શરૂ કરાયેલ યોજના અંતર્ગત, મોરબી જિલ્લામાં ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
નોંધનીય છે કે, માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યમાં આ કલ્યાણકારી યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેના અનુસંધાને મોરબી જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કુલ ૩૦ દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને ૦૬ લાભાર્થીઓને જોયસ્ટીક વ્હીલચેર એનાયત કરવામાં આવી હતી. આ આધુનિક સાધનો મળવાથી દિવ્યાંગોની જીવનશૈલીમાં સુધારો થશે અને તેઓ અન્ય પર નિર્ભર રહેવાને બદલે સ્વતંત્ર રીતે હરી-ફરી શકશે. સમાજ સુરક્ષા પ્રભાગના આ નિર્ણયથી દિવ્યાંગોના રોજિંદા જીવનમાં પડતી શારીરિક મુશ્કેલીઓ હળવી થશે અને તેઓ સમાજમાં ગૌરવભેર પુનઃસ્થાપિત થઈ શકશે. આ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!